ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના બિકરું ગામ ખાતે ૨-૩ જુલાઇની રાત્રે દરોડો પાડવા ગયેલી પોલીસ પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કરી એક ડીએસપી સહિત ૮ પોલીસ કર્મચારીની હત્યા કરી ફરાર થયેલો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે ગુરુવારે ૯ જુલાઇની સવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલા મહાકાલ મંદિર ખાતેથી ઝડપાઇ ગયો હતો. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ પોલીસની આ મોટી સફળતા છે. વિકાસ દુબે એક ક્રૂર હત્યારો છે. આખા મધ્યપ્રદેશની પોલીસ તેને ઝડપી લેવા એલર્ટ પર હતી. તેને ઉજ્જૈનના મહાકાલ મંદિર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. અમે ઉત્તરપ્રદેશ પોલીસને જાણ કરી દીધી છે.