વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આજ રોજ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં લોકોએ નિહાળ્યું. સૂર્ય ગ્રહણ દરમિયાન ભારતના અનેક શહેરોના આકાશામાં સૂર્ય એક ચમકતી રિંગની જેમ જોવા મળ્યો. આ સૂર્ય ગ્રહણ સવારે 9:15 કલાકે શરૂ થઈ ચૂક્યું છે. જે પૂરી રીતે 3:04 મિનિટે સમાપ્ત થશે. જ્યોતિષીના જણાવ્યા પ્રમાણે, લગભગ 5:49 મિનિટ સુધી ગ્રહણની અસર રહેશે.
જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના અનેક શહેરોમાં લોકોએ ગ્રહણને નરીઆંખે નિહાળ્યું હતું. જણાવી દઈએ કે, 21 જૂન એટલે કે આજે વર્ષનો સૌથી લાંબો દિવસ છે, ત્યારે દિવસની શરૂઆત સૂર્યગ્રહણથી થઈ છે. આશરે 25 વર્ષ બાદ વલયાકાર એટલે વીંટીના આકાર જેવુ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્યગ્રહણ દરમિયાન ભારતના કેટલાક શહેરોમાં રીંગ ઓફ ફાયરનો નજરો જોવા મળશે. હવે આ પ્રકારનું સૂર્ય ગ્રહણ 1023 વર્ષ બાદ 3043માં જોવા મળશે.