ભારત તરફથી 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ TikTok સહિત અનેક ચાઈનીઝ એપ્સને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણવીને રોક લગાવવાની તૈયારીમાં છે. ઓસ્ટ્રેલિયામાં સંસદીય સમિતિ જલ્દી આ નિર્ણયને મંજૂરી આપી શકે છે. બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રીએ પણ જણાવ્યું કે, ટૂંક સમયમાં અનેક ચાઈનઝ એપ્સ ઉપર સુરક્ષાના કારણોસર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં 16 લાખથી વધુ ટીકટૉક યુઝર્સ છે. ઓસ્ટ્રેલિયન સ્ટેટેજિક પૉલિસી સંસ્થાનના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, TikTok સંપૂર્ણરીતે પ્રોપગ્રેન્ડા અને માસ સર્વેલાન્સ માટે છે. જેમાં ચીનની વિરુદ્ધ વિચારને હટાવી દેવામાં આવે છે.
અમેરિકન વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોએ જણાવ્યું કે, “ચીનની અનેક સોશિયલ મીડિયા એપ્સ, જેમાં TikTok પણ સામેલ છે. તેના ઉપર પ્રતિબંધ લગાવાઈ શકે છે. અમે આ બાબતે ગંભીરતથી વિચાર કરી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.