ચેન્નઈમાં રવિવાર રાતથી જ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નનગમબક્કમ ખાતે ૨૨ મિ.મી. અને મીનમબક્કમ ખાતે ૧૮.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તામિલનાડુ અને પોંડિચેરીના ઉત્તર સમુદ્રકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ચેન્નઈ, થિરૂવલ્લુર અને કાંચીપુરમ જિલ્લાના કલેક્ટર્સે સોમવારે શાળાઓમાં રજા જાહેર કરી હતી.