ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝીટ પોલના આંકડાએ અનેકની ઉંઘ ઉડાવી દીધી છે. ચુંટણી પહેલા ભાજપનો ભારે વિરોધ હોવા છતાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાય તેવા એક્ઝીટ પોલને સ્વીકારવા માટે કોંગ્રેસના અનેક કાર્યકરો તૈયાર નથી. કેટલાક એક્ઝીટ પોલમાં ભાજપ-કોગ્રેસની બેઠકનો સરવાળો ૧૮૨થી વધુ જતો હોય આ પોલ બોગસ હોવાનું કોગ્રેસી કાર્યકરો કહી રહ્યાં છે. તો બીજી તરફ એકાદ બે પોલમાં ભાજપને ૧૩૫ પ્લાસ બતાવવામાં આવે છે તે માનવા ખુદ ભાજપના કેટલાક કાર્યકરો અંદરખાને તૈયાર નથી.