ભારત બાદ હવે વિશ્વના એક પછી એક દેશ ચીનની વિરુદ્ધ થઈ રહ્યાં છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ચાઈનીઝ કંપની હુવાવે (Huawei) ટેક્નોલૉજી પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ હુવાને આગામી 7 વર્ષો સુધી બ્રિટનમાં પોતાનો વેપાર નહીં કરી શકે.
એવું મનાય છે કે, બ્રિટને આ નિર્ણય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં આવીને લીધો છે. બ્રિટન સરકારની સ્થાનિક ટેલિકૉમ કંપનીઓને જણાવાયું છે કે, તેઓ 2027 સુધી પોતાના 5G નેટવર્કથી ચાઈનીઝ કંપની હુવાવેના તમામ ઉપકરણોને હટાવી લે. આમ બ્રિટનના 5G નેટવર્કથી ચીનની હુવાવેને 2027ના અંત સુધી સુધી હટાવી દેવામાં આવશે.