Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોડી રાત સુધી ચાલેલા હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ અમદાવાદમાં રથયાત્રાને લઈને સરકારની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જે બાદ ભગવાન જગન્નનાથની 143મી રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકાળવામાં આવી રહી છે. અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત છે, જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહીં નીકળે. જો કે દરવર્ષની જેમ ઢોલ-નગારાના નાદ સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા છે.

► રથયાત્રાની પળેપળની અપડેટ્સ

રથયાત્રાની પળેપળની અપડેટ્સ
→ ભગવાન જગન્નાથના મામેરાની પૂજા 9 વાગ્યે શરૂ થશે
→ CM રૂપાણીના હસ્તે રથનું પ્રસ્થાન
→ મંદિર પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
→ સેનેટાઈઝ ટનલમાંથી પસાર થઈને જ મંદિરમા પ્રવેશની વ્યવસ્થા
→ પહિંદ વિધિ શરૂ કરાઈ
→ CM રૂપાણી અને તેમના પત્ની મંદિર પહોંચ્યા
→ મોસાળ સરસપુરમાં ભક્તોના દર્શન માટે ખાસ તૈયારી કરવામાં આવી
→ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીને ભક્તોને ઊભા રહેવા માટે બેરિકેડ ગોઠવાઈ
→ ભગવાનના દરેક રથ પર 10 ખલાસીઓને મંજૂરી
→ રથયાત્રા માટે 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા
→ સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન
→ ભગવાનને પ્રિય એવો ખિચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો
→ વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યા
→ સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં મેયર બિજલ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજા રહ્યાં હાજર

વહેલી સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ આવી શક્યા નહતા. આથી રાજ્યના મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલ પટેલ ખાસ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મંગળા આરતી બાદ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવાની વિધિ કરવામાં આવી હતી. આ સાથે ભગવાન જગન્નાથને પ્રિય એવા ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો.

જે બાદ સવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરાયા છે. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા માટે પરવાનગી આપવામાં આવી છે.

આ વખતે કોરોના મહામારીના કારણે આરતી સમયે શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહતો. જેથી ભક્તો ઘરે બેઠા ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરી શકશે. આ ઉપરાંત મંદિર પટાંગણમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રથના દર્શન કરી શકાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ