એર ઇન્ડિયા પોતાના કર્મચારીને 6 મહિનાથી લઈને 60 મહિના સુધી "લીવ વિથ આઉટ પે" પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે એર ઇન્ડિયાને બોર્ડની મંજુરી મળી ગઈ છે. બોર્ડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરે ઘણા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી રજા પણ મોકલવાની અરજીને પરવાનગી આપી દીધી છે. આ યોજના અંતર્ગત એર ઇન્ડિયાના કર્મચારીઓને 6 મહિનાની લીવ વિથ આઉટ પે પર મોકલ્યા બાદ આ સમયગાળો 60 મહિના સુધી એટલે કે 5 વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.
સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એર ઇન્ડિયાના સીએમડી રાજીવ બંસલ હવે કર્મચારીઓને છ મહિનાથી લઈને બે વર્ષ સુધી રજા પર મોકલી શકે છે, જેને પાંચ વર્ષ સુધી વધારવામાં પણ આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, એરલાઈન સંકટમાંથી બહાર આવવા માટે અને દેવું ઘટાડવા માટે આ નવી સ્કીમ લઈને આવ્યું છે. એર ઇન્ડિયાએ આ પગલું એ સમયે ઉઠાવ્યું છે કે કેન્દ્ર સરકાર તેને વેચવાની કોશિશ કરી રહ્યું છે. એરલાઈનના વેચાણની પ્રક્રિયા કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે હવામાં લટકી ગઈ છે.