દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે કોરોના મહામારીના જોખમને ધ્યાનમાં રાખીને આગ્રા પ્રશાસને ઐતિહાસિક ઈમારતો ખોલવાનો નિર્ણય રદ કર્યો છે. આ નિર્ણય બાદ આગ્રામાં આજથી એટલે કે છઠ્ઠી જુલાઈથી તાજમહેલ અને અન્ય ઐતિહાસિક ઈમારતો નહીં ખુલે. ઐતિહાસિક સ્મારક તાજમહેલ, આગ્રાનો કિલ્લો, અકબરનો મકબરો અને સિકંદરો વગેરેનો આગ્રાના સંરક્ષિત સ્મારક કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે.
અગાઉ યુપીના પર્યટન મંત્રીએ ટ્વિટ કરીને આગ્રામાં છઠ્ઠી જુલાઈથી તાજમહેલ અને બાકીના ઐતિહાસિક સ્મારકો ખોલી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ આગ્રામાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પ્રશાસને નવા આદેશ સુધી હાલ કોઈ પણ ઐતિહાસિક સ્મારક ન ખોલવાનો નિર્ણય લીધો છે.