અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના નવા કેસોની ઝડપ ધીમી થઈ ગઈ છે, તો અત્યાર સુધી કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધી રહી હતી. જો કે આજે ઘણાં દિવસો બાદ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, શહેરમાં 206 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા, જેમાંથી 9 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 6 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 203 પર પહોંચી ગઈ છે.
આ અંગે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા કરીને 6 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાનો, જ્યારે 9 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
► માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી
→ ઈસનપુર, નમ્રતાના 50 મકાનો
→ ઈસનપુર, પ્રેરણા પાર્ટ-4ના 11 મકાન
→ રામોલ, જય મિત્ર સોસાયટી, 88 મકાન
→ બોડકદેવ, પાર્થ ઈન્દ્રસ્પથ ટાવરના 76 મકાન
→ થલતેજ, રત્નસાગર ફ્લેટના 12 મકાન
→ ચાંદલોડિયા, સુકન રેસિડન્સીના 24 મકાન
→ જોધપુર, નિશાંત પાર્ટ-2ના 6 મકાન
→ જોધપુર, શિવરંજની રૉ સોસાયટીના 14 મકાન
→ બોપલ, અન્વેષણ રૉ હાઉસના 3 મકાન
આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના અન્ય 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
► નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની યાદી
→ મણિનગર, મનમંદિર ફ્લેટના 22 મકાન
→ ઓઢવ, બેલા પાર્કના 22 મકાન
→ ઓઢવ, સાંઈ ફ્લેટના 18 મકાન
→ ચાણક્યપુરી, રોહિતનગરના 10 મકાન
→ થલતેજ, વાણિયાવાસની ખડકીના 20 મકાન
→ બોપલ, સ્વાતિ ફ્લોરેન્સના 4 મકાન
આમ આ નવા જાહેર કરાયેલા 6 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.