કર્ણાટક વિધાનસભા ચૂંટણી નજીક આવતા વિવિધ રાજકીય પક્ષના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કર્ણાટકમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ પક્ષના પ્રચાર માટે બેંગ્લુરૂ પહોંચ્યા હતા. બન્ને નેતાઓએ વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજ્યા હતા અને જીત માટેનો દાવો પણ કર્યો હતો. કર્ણાટક ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.