Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર બેઠક પર ભાજપે અમિત શાહને ટીકીટ આપી છે. ઘણા સમયથી આ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળે છે. દેશના રાજકારણમાં અમિત શાહ ખૂબ જ જાણીતો ચહેરો છે. તેઓનો જન્મ ૨૨ ઓક્ટોમ્બર ૧૯૬૪માં મુંબઈ ખાતે થયો હતો અને તેઓના પિતા અનીલચંદ્ર એક ઉદ્યોગપતિ હતા.

અમિત શાહની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ વિદ્યાર્થીકાળથી જ નેતા હતા. કોલેજના અભ્યાસ દરમિયાન તેઓ એટલે કે ૧૯૮૬ના વર્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીની યુથ વિંગ સાથે વર્ષ ૧૯૮૭થી કામ કર્યું હતા ત્યાર બાદ નરેદ્ર મોદીના સંપર્કમાં આવ્યા હતા અને આર.આર.એસમાં જોડાઈને કામ કર્યું હતુ.

અમિત શાહ પાંચ વખત ગુજરાત વિધાનસભામાં ચુંટાઈ આવેલ છે. જેમાં ૧૯૯૭માં સરખેજ વિધાનસભાની આવેલી પેટા ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા ત્યાર બાદ ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા.

અમિત શાહ ૧૯૯૯માં અમદવાદ  જિલ્લા સહકારી બેંકના ચેરમેન (એ.ડી.સી.બી) બન્યા હતા. ગુજરાત ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે. ઉત્તરપ્રદેશના અમિત શાહને પ્રભારી તરીકે શ્રેષ્ઠ કામ કરેલ અને જેમાં ભારે સફળતા મેળવી હતી જેમાં ૮૦માંથી ૭૩ બેઠક મેળવી હતી.

અમિતશાહ ભારતના રાજકારણમાં ચાણક્ય તરીકે પણ ગણના થાય છે. ૨૦૧૪થી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કાર્યરત છે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપે અનેક રાજ્ય  વિધાનસભાની ચુંટણી સહિત અનેક સફળતા હાંસલ કરી હતી.

અમિત શાહ હાલના સમયમાં રાજ્યસભાના સાંસદ સભ્ય તરીકે કાર્યરત છે. ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચુંટણી લડી રહ્યા છે. કેટલાક રાજકિય પંડીતો માની રહ્યા છે કે અમિત શાહ ચુંટણી લડી રહ્યા છે તેના લીધે ગુજરાતના રાજકારણ પર અસર થવાની છે. આવનારા સમયમાં કેવી અસર થાય છે તે આવનારો સમય બતાવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ