બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના થતા તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની તબિયત સ્થિર છે. તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ છે. તેમના પરિવાર અને સ્ટાફના બીજા સભ્યોને પણ કોરોના થયો હોવાની શક્યતા છે. કોરોના પોઝિટિવના સમાચાર વહેતા થયા બાદ બોલિવૂડમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. ખુદ બચ્ચને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. બચ્ચને ટ્વિટ કરતાં કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ નીકળ્યો છું… હોસ્પિટલમાં દાખલ કરાયો છે.. હોસ્પિટલ દ્વારા પ્રશાસનને જાણ કરાઈ રહી છે. પરિવાર અને બાકીનો સ્ટાફ ટેસ્ટ કરાવી રહ્યાં છે.