વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજનીતિક ઈતિહાસમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નરેન્દ્ર મોદી સતત સૌથી વધુ સમય સુધી પીએમ રહેનારા બીજા નેતા બન્યા છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં 4 હજાર 78 દિવસ પૂર્ણ કર્યા છે. તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે 4077 દિવસ સેવા આપી હતી.
PM Modi સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન
પીએમ મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન છે, સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન-કોંગ્રેસી વડા પ્રધાન છે, અને બિન-હિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન છે. PM Modi બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનારા અને બહુમતી સાથે બે વાર ફરીથી ચૂંટાયેલા પ્રથમ અને એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા પણ છે, જેનાથી તેઓ લોકસભામાં પોતાના દમ પર બહુમતી મેળવનારા એકમાત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા છે. વધુમાં, તેઓ 1971માં ઇન્દિરા ગાંધી પછી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરનારા પ્રથમ વર્તમાન વડાપ્રધાન હતા.