સ્વાતંત્ર્ય સેનાની આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી વર્ષ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત શાખા અને આરઈસી (REC) ફાઉન્ડેશન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે નવી પહેલ. ડોક્ટર, નર્સ, ફાર્માસીસ્ટ તથા ડ્રાઈવર સહિતની તાલીમ પામેલ ટીમ ધરાવતી મોબાઈલ મેડિકલ વાન મેડિકલ ચેક-અપ, વિનામૂલ્યે દવા તથા સારવાર આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ પ્રભુત્વ અને અંતરિયાળ ગામો-જિલ્લાઓ પૈકી ડાંગ, દાહોદ, સાબરકાંઠા તથા અરવલ્લી માટે આરઈસી (REC) ફાઉન્ડેશન, દિલ્હીના સહયોગથી તૈયાર થયેલ મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા હતા.