બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (Special Intensive Revision-SIR) સંદર્ભે સંસદ પરિસરમાં કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે. સંસદના ચોમાસા સત્રના પાંચમા દિવસે બિહાર મતદાર ચકાસણીના મુદ્દા પર વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ છે. વિપક્ષના સાંસદોએ ગાંધી પ્રતિમાથી મકર દ્વાર (નવી સંસદ ભવનના પ્રવેશદ્વાર) સુધી કૂચ કાઢી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ પણ તેમાં ભાગ લીધો છે.
કોંગ્રેસે સંસદ પરિસરમાં ચોમાસા સત્રના પાંચમા દિવસે બિહાર મતદાર ચકાસણી સંદર્ભે ગાંધી પ્રતિમાથી મકર દ્વાર (નવી સંસદ ભવનના પ્રવેશદ્વાર) સુધી કૂચ કાઢી છે. રેલી જ્યારે મકર દ્વાર પહોંચી ત્યારે રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષના સાંસદોએ સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR) લખેલા પોસ્ટરો ફાડી નાખ્યા. તેમણે ફાટેલા પોસ્ટર પ્રતીકાત્મક કચરાપેટીમાં ફેંકી દીધા. તેમણે મોદી સરકારને તોડી પાડવાના નારા પણ લગાવ્યા.