પૂર્વ લદ્દાખમાં લાઈફ ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) નજીક ચીન દ્વારા એકપણ ભૂલ તેને ભારે પડી શકે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે કરેલી બેઠકમાં ઈન્ડિયન આર્મીને ફ્રી હેન્ડ આપ્યો હોવાના સૂત્રો પાસેથી અહેવાલ પ્રાપ્ત થયા છે. લશ્કરને અગાઉ સ્થિતિ મુજબ કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ રક્ષા મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છએ કે ચીનની કોઈપણ હરકતનો જવાબ આપવા લશ્કરને છૂટ આપી હોવાનું જણાયું છે. ભારત અને ચીન 3,500 કિ.મી લાંબી સરહદ ધરાવે છે. પૂર્વ લદ્દાખની ગલવાન વેલી ખાતે તાજેતરમાં ભારત અને ચીનના લશ્કરના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા હતા.
રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખ મુદ્દે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સહિત લશ્કરની ત્રણેય પાંખ ભૂમિદળ, વાયુદળ તેમજ નૌસેનાના વડાઓ હાજર હતા. આ બેઠકમાં રાજનાથ સિંહે લદ્દાખ સરહદે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.