દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ટેરિટોરિયલ આર્મીના એક જવાનનું ત્રાસવાદીઓએ અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જવાન બકરીઇદની રજા લઇને ઘેર આવ્યો હતો. રવિવારે તે ફરજ પર પાછો ફરી રહ્યો હતો ત્યારે માર્ગમાંથી આતંકવાદીઓએ સાંજે પાંચ વાગે તેનું અપહરણ કર્યું હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોએ ૧૬૨મી બટાલિયનના લાપતા જવાનને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરતાં જવાનની ખાનગી માલિકીની કાર બળેલી હાલતમાં મળી આવી છે.સૈન્યે ટ્વિટર પર આ ઘટનાની જાણકારી આપી હતી.