એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. 9 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં આ ટુર્નામેન્ટ રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઈમાં મેચ રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ શનિવારે (2 ઓગસ્ટ) X પર પુષ્ટિ કરી કે 2025 એશિયા કપના બે યજમાન શહેર દુબઈ અને અબૂ ધાબી હશે. ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રખાયા છે. આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, જે ICC T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ હેઠળ નક્કી કરાઈ છે. તે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા મળીને આયોજિત કરાશે.
આ ટુર્નામેન્ટની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થશે. પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સાથે હશે. ભારતની બીજી મેચ પાકિસ્તાન સાથે 14 સપ્ટેમ્બરે રમાશે. રવિવારનો દિવસ છે. ભારતની ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમાશે.