અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા સતત ચેતવણી આપે છે ત્યારે રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને પુતિનના વિશ્વાસુ દિમિત્રી મેદવેદેવે ડોનાલ્ડ ટ્રમ્પ પર 'અલ્ટિમેટમ ગેમ' રમવાનો આક્ષેપ કરતાં ટ્રમ્પ વિફર્યા હતા. તેમણે શુક્રવારે રશિયા નજીક બે પરમાણુ સબમરીનો તૈનાત કરવા સેનાને આદેશ આપ્યો હતો. જોકે, બીજા જ દિવસે રશિયાએ અમેરિકાને પડકાર આપતા કહ્યું, આવવા દો તમારી સબમરીનો, અમારી પાસે સૌથી વધુ પરમાણુ સબમરીન છે.