અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ચૂકી છે. આ કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ અપાઇ ચૂકયું છે. અયોધ્યા કેસમાં બાબરી મસ્જીદના પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અન્સારીને પણ ભૂમિ પૂજનનું આમંત્રણ મોકલ્યું છે. ખાસ વાત એ છે કે આ આમંત્રણ પત્રમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિશિષ્ટ અતિથિ તરીકે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભાગ લેશે.
શ્રીરામ જન્મભૂમી તીર્થ શ્રેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી મોકલેલા આ આમંત્રણ પત્રમાં લખ્યુ છે કે, શ્રીરામ જન્મભૂમી મંદિરનું ભૂમિપૂજન અને કાર્યારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા થશે. વિશિષ્ટ અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે.
રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરનું ભૂમિપૂજન બુધવાર એટલે કે 5 ઓગસ્ટના રોજ બપોરે 12.30 વાગ્યે થશે. આ કાર્યક્રમમાં કેટલાંક પસંદગીના લોકોને જ આવવાનું આમંત્રણ અપાયું છે.
આમંત્રણ મળ્યા બાદ ઇકબાલ અન્સારીએ જણાવ્યું કે, હું કાર્યક્રમમાં ચોક્કસ જઇશ. તેમણે જણાવ્યું કે, ભગવાન રામની મરજીથી અમને આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ગંગા-જમુનાની તહજીબ બરકરાર છે. હું હંમેશા મઠ-મંદિરોમાં જતો રહ્યો છું. કાર્ડ મળ્યું છે તો ચોક્કસ જઇશ. ઇકબાલ અન્સારી ભૂમિપૂજનમાં પીએમ મોદીને રામ ચરિત માનસ અને રામ નામા ભેટ આપશે.