વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે પાંચમા આયુર્વેદ દિવસ પર આયુર્વેદ સંસ્થાઓ- ગુજરાતના જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (Institute of Teaching and Research in Ayurveda - ITRA) અને જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (National Institute of Ayurveda - NIA)ને રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે વચ્યૂઅલ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આયુર્વેદના વિષય પર દુનિયામાં વોકલ થવાની જરૂર છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આ બંને સંસ્થાનોના માધ્યમથી રાજસ્થાન અને ગુજરાતમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.