રાજસ્થાનની સરકારે બાબા રામદેવના કોરોનાની દવા કોરોનિલ શોધી કાઢવાના દાવાને ફ્રોડ ગણાવ્યો છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, મહામારીના સમયમાં બાબા રામદેવે આ રીતે ફ્રોડ કરીને કોરોનાની દવા વેચવાનો પ્રયાસ કર્યો છે. આયુષ મંત્રાલયના ગેજેટ નોટિફિકેશન પ્રમાણે બાબા રામદેવે આઇસીએમઆર અને રાજસ્થાન સરકાર પાસે કોરોનાની સારવાર માટે કોઈપણ આયુર્વેદ દવાની ટ્રાયલ પહેલાં પરવાનગી લેવી જોઈતી હતી. બાબા રામદેવની કંપની પતંજલિએ કોઈપણ પરમિશન કે માપદંડ વિના ટ્રાયલનો કરેલો દાવો ખોટો છે. અમે આ માટે કાયદાકીય કાર્યવાહી કરીશું.