અયોધ્યામાં પાંચ ઓગસ્ટે રામમંદિર ભૂમિપૂજનની તૈયારીઓ ચાલી રહી છે. તે અરસામાં મસ્જિદનિર્માણ સંબંધી અહેવાલો પણ આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ અયોધ્યામાં મસ્જિદનિર્માણ માટે ફાળવેલી જમીન પર ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે બુધવારે ટ્રસ્ટની રચના કરીને સભ્યોના નામની જાહેરાત કરી હતી. બોર્ડના અધ્યક્ષ જુફર અહમદ ફારુકીએ જણાવ્યું હતું કે અયોધ્યાના ધન્નીપુર ગામે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન પર મસ્જિદ, ઇન્ડો-ઇસ્લામિક રિસર્ચ સેન્ટર, ગ્રંથાલય અને હોસ્પિટલના નિર્માણ માટે ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. ટ્રસ્ટમાં કુલ ૧૫ સભ્યો રહેશે. ફારુકીએ ટ્રસ્ટના નવ સભ્યોના નામની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બોર્ડ પોતે સંસ્થાપક ટ્રસ્ટી રહેશે અને બોર્ડના મુખ્ય અધિકારી ટ્રસ્ટના પદે પ્રતિનિધિ બની રહેશે. તે ઉપરાંત તેઓ પોતે આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને અધ્યક્ષ રહેશે. ટ્રસ્ટના સભ્ય અતહર હુસેન ટ્રસ્ટના સત્તાવાર પ્રવકતા રહેશે. ફૈઝ આફતાબ મસ્જિદ નિર્માણના કોષાધ્યક્ષ રહેશે. મહમદ જુનૈદ સિદ્દીકી, શેખ સૈદુજ્જમ્માન, મહમદ રાશિદ અને ઇમરાન અહમદની ટ્રસ્ટના સભ્યપદે વરણી કરવામાં આવી છે.