Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં અને વૈશ્વિક મુદ્દે સૌથી ખરાબ આર્થિક સ્થિતિ આવવાની ચેતવણી આપવામાં આવી રહી છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ દ્વારા કરાયેલા એક સરવેના અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે કે, આગામી એક વર્ષમાં સૌથી મોટી મંદી આવી શકે છે. વૈશ્વિક સ્તરે થયેલા આ સરવેમાં ગ્લોબલ ફંડ મેનેજર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. તેમાંથી એક તૃતિયાંશ મેનેજર્સે જણાવ્યું કે, આગામી વર્ષ દરમિયાન જે મંદીનો તબક્કો આવશે તે અત્યંત વિકટ હશે. આઠ વર્ષ બાદ ફરી એક વખત વિશ્વ મંદીના ઓછાયા હેઠળ આવી ગયું છે. મેરિલ લિંચના સરવે પ્રમાણે ૩૪ ટકા ફંડ મેનેજર્સ માને છે કે, આગામી એક વર્ષ આર્થિક દૃષ્ટિએ કટોકટીપૂર્ણ સાબિત થશે. ઓક્ટોબર ૨૦૧૧માં જે સ્થિતિ હતી તેના કરતા વધારે મુશ્કેલ સમય આવી શકે છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ એ બેન્ક ઓફ અમેરિકાનો મલ્ટિનેશનલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ડિવિઝન છે. તે મર્જર અને એક્વિઝિશન, ઈક્વિટી, ડેબ્ટ કેપિટલ માર્કેટ, લેન્ડિંગ, ટ્રેડિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને લિક્વિડિટી તથા પેમેન્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં સેવા આપે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ