અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજથી (8 જુલાઇ) ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, હવે પાસપોર્ટ અરજદારો માટે પ્રક્રિયાને વધુ ઝડપી અને સુવિધાજનક બની જશે. આ નવું કેન્દ્ર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને રાજ્યભરના અરજદારોને સેવા આપવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે મીઠાખળીમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અગવડતા પડતી હોવાથી અને સ્થાનિક રહેવાસીઓની વધતી માંગને પહોંચી વળવા માટે કેન્દ્રને શહેરના પૂર્વ ભાગમાં ખસેડવામાં આવ્યું છે.