-
વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો શું મળી પક્ષના જ નેતાઓએ પક્ષની મજા લેવાની શરૂઆત કરી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેની શરૂઆત સિનિયત મંત્રી નીતિન પટેલથી થઇ છે એમ કહીએ તો પણ તેમાં જરાય ખોટું નથી એમ કહીને રાજકીય પરિબળો ઉમેરે છે કે નીતિન પટેલ સારી રીતે જાણતા હશે કે 99 બેઠકોથી પક્ષના નેતાઓનું પાણી મપાઇ ગયું છે તેથી તેમણે મનપસંદ ખાતુ ના મળે તો રાજીનામાની ધમકી આપીને હાઇકમાન્ડને નાકલીટીએ તાણ્યા છે. જે રીતે નીતિન પટેલે આયોજન પ્રમાણે પાટીદાર નેતાઓને એક પછી એક મળવા બોલાવ્યાં અને મહેસાણા બંધ પછી ગુજરાત બંધ, ખાતાં નહી પણ સીએમ બનાવો... એવી માંગણીઓ વહેતી મૂકીને હાઇકમાન્ડને બતાવી દીધુ કે મારી વાત નહીં માનો તો પરિણામ કંઇ પણ આવી શકે. 10 ધારાસભ્યો સાથે નીતિન પટેલ જાય છે..ના મેસેજ વહેતા કરવામાં આવ્યાં અને બધુ જ ધાર્યા પ્રમાણે થયું. નાણા ખાતુ મળતા તેમને તેમનું આત્મ સન્માન પાછુ મળી ગયું. રવિવારે રજાના દિવસે જ નવી સરકારમાં નવી જવાબદારી સંભાળીને બધુ થાળે પડી ગયું...કહી રહ્યાં છે.