ભાજપએ રાજકીય સંગઠન હોવા છતાં ચૂંટણી જીતવાનું મશીન નથી, લોકોની સેવા કરે છે તેવો મોદી મંત્ર પીએમ દ્વારા પક્ષનાં કાર્યકરોને આપવામાં આવ્યો હતો.
વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલા સેવા હી સંગઠન કાર્યક્રમમાં પીએમ મોદીએ પાર્ટીનાં હજારો કાર્યકરોને સંબોધન કર્યું હતું અને પક્ષનાં કાર્યકરોએ કરેલા કાર્યોની માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ નડ્ડા સહિત અનેક નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. મોદીએ કહ્યું કે રાજકીય પક્ષો અને પંડિતો ચૂંટણીને ફક્ત રાજકીય પરિપ્રેક્ષ્યથી જ મૂલવે છે પણ ભાજપ ફક્ત ચૂંટણીઓ જીતવાનું મશીન નથી. તે લોકોની, સમુદાયની, દેશની સેવા કરવા માટે છેે. તેમણે હવે પછી મન મોકળું મૂકીને લોકોની સેવા કરવા અપીલ કરી હતી.નડ્ડાએ કહ્યું કે કોરોનામાં ભાજપએ ૨૨ કરોડ લોકોને અનાજ અને ભોજન આપ્યું હતું