ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ પરોક્ષરીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટીપ્પણી કરી હતી કે 56ની છાતી ખચ્ચરની હોય છે. 56ની છાતીવાળા ગુજરાતમાં હવે કેમ ચૂપ છે. તેનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે 56 કા સીના, સર ઉઠા કે જીના એ ભાજપનું મંત્ર છે. રાજ્યમાં વધેલી ગુનાખોરી સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી હતી.