મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે આવેલા ઉમેદવારની છાતી પર શારીરિક પરીક્ષા દરમિયાન એસસી-એસટી લખી દેતા વિવાદ વકર્યો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ દુઃખ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ એસસી એસટી વર્ગનું અપમાન છે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આ પ્રકારના જ્ઞાતિવાદી વલણથી દેશની છાતીમાં છરી ભોંકી છે. યુવાનોની છાતી પર એસસી એસટી લખીને દેશના બંધારણ પર હુમલો કર્યો છે.