રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. સોમવારે તુર્કીના ઈસ્તાંબુલમાં બંને દેશોના પ્રતિનિધિઓએ શાંતિ બેઠક યોજી હતી, પરંતુ યુદ્ધવિરામ પર કોઈ સમજૂતી થઈ શકી નહોતી. આ બેઠક બાદ યુક્રેને ફરી એકવાર ડ્રોન હુમલા કર્યા, જેના કારણે રશિયામાં બ્લેકઆઉટ થઈ ગયું.
સમગ્ર રશિયામાં અંધારપટ
યુક્રેને સોમવારે રાત્રે ફરી રશિયા પર હુમલો કર્યો હતો. આ હુમલો એ વિસ્તારો પર કર્યો હતો જે છેલ્લા 3 વર્ષમાં રશિયાએ યુક્રેન પાસેથી છીનવી લીધા હતા. યુક્રેનના ડ્રોન હુમલાને કારણે સમગ્ર રશિયામાં અંધારું છવાઈ ગયું. યુક્રેને રશિયાના કબજા હેઠળના યુક્રેનના ખેરસન અને ઝાપોરિઝિયા પ્રદેશોમાં પાવર સબસ્ટેશનને નિશાન બનાવ્યા. મેલિટોપોલ અને સમગ્ર ઝાપોરિઝિયા પ્રદેશમાં સ્થિત સબસ્ટેશન પર હુમલા બાદ, સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ.