અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત તેમણે 12 દેશોના નાગરિકો સામે અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે અન્ય 7 દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આ પગલું ભર્યું છે.