ભુવનેશ્વર નજીક રુરકેલામાં ઘરમાં બ્લાસ્ટ થતાં વરરાજાનું મોત થયું છે જ્યારે નવવધૂ ઈજાગ્રસ્ત થઈ હતી. ઘરમાં ગિફ્ટ પેક ખોલતી વખતે બ્લાસ્ત થતાં વરની સાથે તેની માતા પણ મૃત્યુ પામી હતી. થોડાક દિવસ અગાઉ જ થયેલા લગ્નમાં આવેલી ગિફ્ટમાંતી એક બોક્સ ખોલતી વખતે બ્લાસ્ટ થયો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે કોણે વિસ્ફોટક ભરેલું પેકેજ લગ્નની ભેટ તરીકે આપ્યું હતું.