કોંગ્રેસના કદાવર નેતા અહમદ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસના ધક્કા ખાવાનો વારો આવી શકે તેવી સંભાવના છે. ED (ઇડી) એ દિલ્હીની એક કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ રાજ્યસભામાં ગુજરાતના સાંસદ અહમદ પટેલના ઘરે રૂ. 25 લાખ પહોંચાડવામાં આવ્યા હોવાના પુરાવા ઉપલબ્ધ છે. ઇડીનો આરોપ છે કે અહમદ પટેલને આ રકમ લાંચના સ્વરૂપે પહોંચાડવામાં આવી હતી.