કોરોનાની સારવાર માટે વપરાતા ટોસીલીઝૂમેબના નકલી ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટરે 5 આરોપી વિરુદ્ધ સોમવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના આધારે પોલીસે TOSILIZUMABના નકલી ઇન્જેક્શનનો ગેરકાયદેસર વેપલો કરનાર મુખ્ય સુત્રધાર હર્ષ ઠાકોર અને નિલેશ લાલીવાલાની પૂછપરછ હાથ ધરી છે.
આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, શહેરની સાલ હોસ્પિટલમાં એડમિટ કોરોના પેશન્ટના સબંધીએ સુભાષબ્રિજ નજીક આવેલ “મા ફાર્મસી” નામની દુકાનમાંથી બિલ વિના 1.35 લાખ રૂપિયામાં 3 બોક્સ
TOSILIZUMABના ઈન્જેક્શન મેળવ્યા હતા. જો કે સાલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ દેવાંગ શાહ ઈન્જેક્શન શંકાસ્પદ લાગતા તપાસને અંતે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.