-
અમદાવાદ સ્થિત ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર(CERC) દ્વારા 10 જાણીતી કરીની બ્રેડની ગુણવત્તા અંગે ચકાસણી હાથ ધરીને તેના તારણોમાં જણાવ્યું છે કે સફેદ બ્રેડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે હેલ્ધી ફૂડ નથી. સફેદ બ્રેડમાં કાર્બોહાઇટ્રેટ હોય છે. તેના વધુ પડતા વપરાશથી મોટાપો, હૃદયના રોગો અને ડાયાબીટીસ થાય છે. તેને બનાવતી વખતે તેમાંથી કેલ્શિયમ,વિટામીન-બી અને લોહ ધાતુ અને ફાઇબર વગેરે. નાશ પામે છે. સુપર,આબાદ,બ્રિટાનિયા, મારૂતિ, કેલોરી, ઇટાલિયન, પ્રેમવતી અને અમૂલ તથા ફ્રેશ એન્ડ ફ્રેશ અને અપર ક્રસ્ટ નામની બજારમાં વેચાતી બ્રેડના નમૂના લઇને તેની ચકાસણી કરાઇ ત્યારે તેમાંથી સુપર,આબાદ અને અપર ક્રસ્ટને 100માંથી 100 ગુણ મળ્યા હતા. માત્ર અપર ક્રસ્ટ અને પ્રેમવતી બ્રેડમાં બનાવટની તારીખ લખાયેલી હતી. અમૂલ,કેલોરી અને પ્રેમવતી બ્રેડના રેપરમાં સોડિયમ કન્ટેન્ટનો ઉલ્લેખ હતો.