પ્રખર ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાને મળેલી કોર્ટના તિરસ્કારની નોટિસના સેામવારે આપેલા જવાબમાં કહ્યું હતું કે અભિપ્રાયનો અર્થ કોર્ટનો તિરસ્કાર નથી પછી ભલે અમુક વ્યક્તિઓ આવા અભિપ્રાય સાથે સહમત ન હોય. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ એટલે ચીફ જસ્ટિસ નહીં. સુપ્રીમ કોર્ટ એક સંસ્થા છે. ચીફ જસ્ટિસે આપેલા કોઇ ચુકાદા અંગે અભિપ્રાય વ્યક્ત કરવો એનો અર્થ સુપ્રીમ કોર્ટની અવગણના કે ઉપેક્ષા કરી એેવો થતો નથી.
સુપ્રીમ કોર્ટે આપેલી બે પાનાંની નોટિસનો ભૂષણે એકસો બેતાલીસ પાનામાં જવાબ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22મી જુલાઇએ ભૂષણને કોર્ટના તિરસ્કારની નોટિસ આપી હતી. ભૂષણે ટ્વીટર પર સુપ્રીમ કોર્ટના બે ચુકાદા વિશે ટીકા-ટીપ્પણ કરી હતી. તમે કરેલા કોર્ટના તિરસ્કાર બદલ તમારી સામે ક્રીમીનલ કેસ કેમ ન કરવો એનો જવાબ પાંચમી ઑગષ્ટ પહેલાં આપો એવી નોટિસ ભૂષણને આપવામાં આવી હતી.