ચીને ફરી એકવાર તેની અવળચંડાઈ દર્શાવી છે. ઉત્તરાખંડમાં નેપાળ સરહદે નેપાળે લિપુલેખ વિસ્તાર પર પોતાની માલિકીનો દાવો કરીને નવો નકશો બહાર પાડયો છે ત્યારે ચીને આ વિસ્તારમાં તેનાં વધુ સૈનિકો તહેનાત કરીને અડપલું કર્યું છે. લિપુલેખ વિસ્તાર ઉત્તરાખંડમાં ભારત, નેપાળ અને ચીનની બોર્ડરને સ્પર્શતો આ વિસ્તાર કાલાપાની ખીણમાં આવેલો છે. ચીને બોર્ડરથી ૧૦ કિ.મી. દૂર પાલા ખાતે તેની ૧૫૦ લાઈટ કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડને તહેનાત કરી છે. આ બ્રિગેડને બે અઠવાડિયા પહેલાં તિબેટથી ચીનના લિપુલેખ ખાતે ત્રિજંક્શનમાં તહેનાત કરાઈ હતી. ચીને જુલાઈમાં અહીં ૧૦૦૦ સૈનિકો તહેનાત કર્યા હતા. અહીં કાયમી ચોકી પણ બનાવાઈ છે. ૧૫ દિવસ પહેલાં આ વિસ્તારમાં ૨૦૦૦થી વધુ સૈનિકો ખડકવામાં આવ્યા છે. ભારતે અહીં રસ્તો બનાવતા નેપાળે તેનો વિરોધ કર્યો હતો અને પોતાની માલિકીનો દાવો કર્યો હતો.