રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જિલ્લા પોલીસની ટીમે રવિવારે (11 મે, 2025) બિહારમાં ખાસ દરોડા પાડ્યા હતા. જેમાં મોતિહારમાંથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડ્ડી ઉર્ફે બલબીરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી પંજાબના લુધિયાણાના રહેવાસી હરિ સિંહનો પુત્ર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના NIA પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.