કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તાજેતરમાં દાવો કર્યો હતો કે, ચીન દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મોટાપાયે ભંડોળ આપવામાં આવ્યું હતું. કાયદા મંત્રીઓ જણાવ્યું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને પૈસા આપ્યા છે. ચીનની એમ્બેસી દ્વારા ૨૦૦૫-૦૬ દરમિયાન રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ૩ લાખ ડોલર એટલે કે ૨.૨૬ કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ એ જણાવે છે કે, ચીનને આવો પ્રેમ કેવી રીતે ઊભરાયો. તેમના જ કાર્યકાળમાં ચીને આપણી જમીન પચાવી પાડી. તેમણે એમ પણ જણાવ્યું કે, એક કાયદો છે જેના હેઠળ કોઈપણ પાર્ટી સરકારની પરવાનગી વગર વિદેશી ભંડોળ લઈ શકતી નથી. કોંગ્રેસ એ માહિતી આપે કે તેમણે ત્યારે ભંડોળ લેવા દરમિયાન સરકારની મંજૂરી લીધી હતી કે નહીં?