લદાખ સરહદે ચીને ફરી એક વખત આડોડાઈ અને લુચ્ચાઈનું પ્રદર્શન કર્યું છે. ભારત સાથે સ્થિતિ સુધારવા માટે કમાન્ડર સ્તરની બેઠક ચાલી રહી છે ત્યાં ફરી તેણે વિશ્વાસઘાત કરીને એલએસી ઉપર ૨૦,૦૦૦ જવાનો ખડકી દીધા છે. એટલું જ નહીં પીઠ પાછળ ઘા કરનારા ચીને યુદ્ધની સ્થિતિ સર્જાય તો બેકઅપ માટે શિનજિયાંગમાં વધારાના ૧૦ હજાર જવાનો, સૈન્ય સામગ્રી, ટેન્કો, વાહનો અને અન્ય યુદ્ધ સામગ્રી ભેગી કરી રાખી છે. આ તમામ સાધનો અને જવાનોને ૪૮ કલાકમાં સરહદે પહોંચાડી શકાય તેવી પણ વ્યવસ્થા કરી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન દ્વારા ૨૦ હજાર જવાનો ધરાવતા બે ડિવિઝન ઈસ્ટર્ન લદાખમાં તહેનાત કર્યા છે.