ચીનમાં તાનાશાહી ચરમસીમા પર છે, અહીં બીજી વખત રાષ્ટ્રપતિ બનેલા શી. જિનપિંગને કાયમ માટે ચીનના રાષ્ટ્રપતિ પદે રાખવાનો તખ્તો સત્તાધારી પક્ષે તૈયાર કરી લીધો છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ શાસન પદ્ધતીમાં ઘણા ફેરફાર કર્યા છે. જેને પગલે હંમેશને માટે જિનપિંગ રાષ્ટ્રપતિ પદ પર રહે તે માટેની તૈયારી પણ કરી લેવામાં આવી છે.