ભારત અને ચીન એલએસી પર સર્જાયેલા તણાવને ઘટાડવા સંમત થયા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત અને ચીની સેનાના ટોચના કમાન્ડરો વચ્ચે સોમવારે પૂર્વ લદ્દાખમાં ચુશુલ સેક્ટરમાં એલએસીની ચીની સાઇડ પર મોલ્દો ખાતે મેરેથોન મંત્રણા યોજાઇ હતી જેમાં ચીની સેના ઝૂકી હતી અને પૂર્વ લદ્દાખમાં એલએસી ખાતેના ટકરાવના તમામ સ્થળેથી સૈનિક ટુકડીઓ પાછી ખેંચવા સહમત થઇ હતી. ભારતીય સેનાની ૧૪મી કોર્પસના કમાન્ડર લે.જનરલ હરિન્દરસિંહ અને ચીની સેનાના તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટના મેજર જનરલ લિઉ લિન વચ્ચે સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં સોમવારે ૧૧ કલાક લાંબી મંત્રણા યોજાઇ હતી. હવે પૂર્વ લદ્દાખમાંના વિસ્તારોમાંથી સૈનિક ટુકડીઓ પાછી ખેંચવાની પ્રક્રિયા બંને સેના આગળ ધપાવશે.