સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરત એરપોર્ટથી તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. જણાવી દઈએ કે, અહીં તેઓ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક કરશે. આ બેઠક લગભગ 11:00 વાગ્યાથી ચાલુ થઇ 1:00 વાગ્યા સુધી ચાલે એવી સંભાવના છે ત્યારબાદ 2:00 વાગ્યે ફરી અમદાવાદ જવા નીકળશે. મુખ્યમંત્રીની સુરત મુલાકાતને લઈને સુરત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 5967 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.કુલ 220 લોકો જાન ગુમાવી ચુક્યા છે. જ્યારે 3635 લોકો સાજા થઈ ઘરે ગયા છે.