ગુજરાતમાં એમએસએમઈ પોલિસી, ઇન્ડસ્ટ્રિયલ પોલિસી, મેગા ઇન્ડસ્ટ્રિયલ પોલિસી વગેરે વિવિધ ઔદ્યોગિક નીતિઓ હેઠળ આશરે ૧૩ હજાર જેટલા ઔદ્યોગિક એકમોને મળવાપાત્ર રૂ. ૧,૩૬૯ કરોડના વિવિધ પ્રોત્સાહનોનું ચુકવણું ઓનલાઈન શરૂ થયું છે. આ બધા પ્રોત્સાહનો જે તે નીતિઓ હેઠળ ઉદ્યોગસાહસિકોને આપવા સરકાર બંધાયેલી છે, આમ છતાં આ રકમને કોવિડ-૧૯ અને લોકડાઉનના પરિપેક્ષ્યમાં રાજ્ય સરકારે આત્મનિર્ભર પેકેજમાં ગણાવી છે. પ્રોત્સાહનના દાવાઓ પેટે કુલ રૂ.૧૨,૨૦૦ એમએસએમઇ એકમોને કેપિટલ તથા વ્યાજ સબસિડી પેટે કુલ રૂ. ૭૬૮ કરોડ ચૂકવાશે.