કોંગ્રેસે 4 રાજ્યો માટે પોતાના નિરીક્ષકોની નિમણૂક કરી છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મધુસુદન મિસ્ત્રી, મુકુલ વાસનિક અને શકીલ અહેમદ ખાનને રાજસ્થાનમાં કોંગ્રેસના નિરીક્ષકો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેલંગાણામાં ડી.કે.શિવકુમાર, દીપા દાસ મુનશી, અજય કુમાર, કે. મુરલીધરન અને કે. જે. જ્યોર્જને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજય માકન, રમેશ ચેન્નીથલા અને પ્રીતમ સિંહને છત્તીસગઢમાં જ્યારે અધીર રંજન ચૌધરી, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજીવ શુક્લા અને ચંદ્રકાંત હંડોરની મધ્યપ્રદેશમાં નિમણૂક કરવામાં આવી છે.