રાજસ્થાન અને તેલંગણામાં મતદાન સમાપ્ત થતાં જ શુક્રવારે વિવિધ સરવે એજન્સીઓના એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ ક્લીન સ્વીપ કરી રહી છે, જ્યારે તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવ ફરી એક વાર સરકારની રચના કરવા જઈ રહ્યા છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનો તાજ મુશ્કેલીમાં દેખાઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસને બહુ ઓછી સરસાઈ મળશે, જેને કારણે અન્ય અને બસપા કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. છત્તીસગઢમાં પણ ભાજપની રમણસિંહ સરકાર વિદાય થાય તેવું જણાઈ રહ્યું છે, જોકે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મેળવવામાં ફાંફાં પડી શકે છે.