ભારતીય શેરબજારમાં તાજેતરની ઉથલપાથલ છતા એંકદરે સારી તેજી જોવા મળી છે. ભારતીય માર્કેટે જબરદસ્ત છલાંગ લગાવી છે અને વૈશ્વિક મંચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. માર્ચ, ૨૦૨૫ની શરૂઆતથી ભારતમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ૧ ટ્રિલિયન ડોલર વધીને ૫.૩૩ ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે એટલેકે લગભગ ૩ જ મહિનામાં ૧ લાખ કરોડ ડોલરનો શાનદાર વધારો જોવા મળ્યો છે.