પહેલગામ હુમલા પછી ભારતના ઓપરેશન સિંદૂર અંગે કોંગ્રેસે કહ્યું કે, રાષ્ટ્રની કાર્યવાહી અંગે અમારું શરૂઆતથી જ સરકારને સંપૂર્ણ સમર્થન છે. POK અને પાકિસ્તાનમાં આતંકવાદના તમામ સ્ત્રોતોને સંપૂર્ણપણે નાબૂદ કરવાની ભારતની નીતિ અડગ છે અને આ નીતિ હંમેશા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત હોવી જોઈએ. આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોસ્ટ કરી: ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય હિન્દ.