અમદાવાદમાં કાચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટ કેસમાં આરોપીને ત્યાં EDની રેડ, 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન
અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હતી. જોકે, આ જમીન પર છેલ્લાં કેટલાંક સમયથી જુમ્માખાન પઠાણ નામના શખશે તેને ગેરકાયદે પચાવી પાડી તેના પર દબાણ કર્યું હતું. જોકે, હવે આરોપી જુમ્માખાન ED (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) ની રડાર પર આવ્યો છે. ઈડીએ હાલ આ મામલે આરોપી પઠાણના ઘરે દરોડા પાડી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે.